Gujarat Vahli Dikri Yojana 2023: વ્હાલી દીકરી યોજના 2023 Application Form
Gujarat vahli dikri yojana 2023, vahali dikri yojana Gujarat, vahli dikri yojana in Gujarati, (registration, eligibility criteria, last date, how to apply, benefits, beneficiaries, application form, official website, portal, documents) (વ્હાલી દિકરી યોજના ગુજરાત 2023, જરુરી (ડોક્યુમેંટ)દસ્તાવેજ, પાત્રતા, લાભ, લાભાર્થી, ફોર્મ કઇ રીતે ભરવુ?, ઓનલાઇન અપ્લાય, ફોર્મ PDF, પરિપત્ર)
Table of contents
1. વ્હાલી દિકરી યોજના ગુજરાત 2023 શુ છે?- Vahli Dikri Yojana Gujarat 2023 in Gujarati
2. વ્હાલી દિકરી યોજના ઓવરવ્યુ (Overview)
3. વ્હાલી દિકરી યોજનાનુ ઉદ્દેશ્ય (Benefits/Key features)
4. વ્હાલી દિકરી યોજના લાભાર્થી (Beneficiary)
5. વ્હાલી દિકરી યોજના થી મળતા લાભો (Benefits)
6. વ્હાલી દિકરી યોજના માટે જરુરી લાયકાત (યોગ્યતા) (Eligibility)
7. વ્હાલી દિકરી યોજના ડોક્યુમેંટ (દ્સ્તાવેજ) (Documents)
8. વ્હાલી દિકરી યોજના રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન ફોર્મ - Vahli dikri yojana Registation and Online apply, Application form Download
9. FAQs વ્હાલી દિકરી યોજના ગુજરાત 2023
વ્હાલી દિકરી યોજના ગુજરાત 2023 શુ છે?- Vahli Dikri Yojana Gujarat 2023 in Gujarati
ભારત સરકાર અને ગુજરાત સરકાર દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 અમલ મા મૂકવામા આવી છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બનાવવામા આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
વ્હાલી દિકરી યોજના ઓવરવ્યુ (Overview)
1. યોજનાનું નામ >> વ્હાલી દીકરી યોજના 2023
2. વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર >> મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
3. યોજનાનો હેતુ >> આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
4. લાભાર્થી >> ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
5. મળવાપાત્ર સહાય >> દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
6. અધિકૃત વેબસાઈટ >> https://wcd.gujarat.gov.in/
વ્હાલી દિકરી યોજનાનુ ઉદ્દેશ્ય (Benefits/Key features)
1. રાજ્યમાં બાળકીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે
2. બાળકીઓ ધરાવતા પરિવારો પરના આર્થિક બોજને ઘટાડવા માટે.
3. પરિવારોને છોકરીઓના જન્મની ઉજવણી કરવા અને લિંગ ભેદભાવ અને સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા.
4. રાજ્યમાં બાળકીઓના સર્વાંગી કલ્યાણને સુધારવા માટે.
5. મુખ્ય ઉદ્દેશ છોકરીઓને સશક્ત બનાવવાનો છે.
6. આ યોજના કન્યા બાળકના જન્મના ગુણોત્તરને સુધારવામાં મદદ કરશે.
7. આ યોજના કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન આપશે.
વ્હાલી દિકરી યોજના લાભાર્થી (Beneficiary)
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્ય ના એક કે બે દિકરી ધરાવતા પરીવારને થશે.
વ્હાલી દિકરી યોજના થી મળતા લાભો (Benefits)
ગુજરાત વ્હાલી દિકરી યોજના હેઠળ લાભાર્થીને નીચે મુજબનો લાભ આપવામાં આવશે
1. જ્યારે છોકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 4,000/- આપવામા આવશે.
2. જ્યારે છોકરી નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6,000/-આપવામા આવશે.
3. જ્યારે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે ત્યારે રૂ. 1,00,000/- આપવામા આવશે.
વ્હાલી દિકરી યોજના માટે જરુરી લાયકાત (યોગ્યતા) (Eligibility)
> આ યોજના પરિવારની પ્રથમ બે બાળકીઓ માટે છે.
> આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યની દિકરીઓ જ લઇ શકશે.
> આ યોજનાનો લાભ લેવા માટે દિકરીના નામે બેંક એકાઉંટ હોવુ જરુરી છે.
> અરજદાર(દિકરી)ના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ.
> ૦૨-૦૮-૨૦૧૯ પછી જન્મેલી કન્યાઓને જ ગુજરાત વહલી દિકરી યોજના હેઠળ આર્થિક સહાય મળશે.
વ્હાલી દિકરી યોજના ડોક્યુમેંટ (દ્સ્તાવેજ) (Documents)
1. ડોમિસાઈલ ઓફ ગુજરાત(નિવાસ નુ પ્રમાણપત્ર)
2. આધાર કાર્ડ .
3. પાસપોર્ટ સાઇઝ ફોટો.
4. આવકનું પ્રમાણપત્ર.
5. જાતિનું પ્રમાણપત્ર .
6. બાળકનું જન્મ પ્રમાણપત્ર.
7. બેંક ખાતાની વિગતો.
વ્હાલી દિકરી યોજના રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન ફોર્મ - Vahli dikri yojana Registation and Online apply, Application form download
અરજદારોએ અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત / સીડીપીઓ (આઇસીડીએસ) કચેરી / જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાંથી મેળવવુ.
ત્યારબાદ આ એપ્લિકેશન ફોર્મApplication form PDF downloadની પ્રિંટ કરાવીને તે ભરવુ અને તેની સાથે બધા ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેંટ જોડો.
પછી ઉપર જણાવેલી ઓફિસમાં ડોક્યુમેંટ સાથે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.
ત્યારબાદ સંબંધિત અધિકારીઓ દ્વારા અરજી ફોર્મ અને ડોક્યુમેંટની તપાસ કરવામાં આવશે.
અરજદારને પાત્રતા અથવા અયોગ્યતા વિશે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.
એકવાર વિભાગ કચેરી દ્વારા તેમની અરજીને આખરે મંજૂરી આપવામાં આવે તે પછી પાત્ર લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય મળશે.
FAQs વ્હાલી દિકરી યોજના ગુજરાત 2023
1. શું આ યોજનામાં અરજી કરવા માટે કોઈ ફી છે?
> ના, આ યોજનામાં અરજી કરવા માટે કોઈ ફી નથી.
2. શું પરિવારની તમામ બાળકીઓ માટે આર્થિક સહાય ઉપલબ્ધ છે?
> ના, આ યોજનાની આર્થિક સહાય માત્ર એક કે બે દિકરી ધરાવતા પરિવાર માટે જ ઉપલબ્ધ છે.બે થી વધુ દિકરી ધરાવતા પરિવાર આ યોજનાનો લાભ નહી લઇ શકે.
3. એપ્લિકેશન પ્રક્રિયાનો સમયગાળો કેટલો છે?
> એપ્લિકેશન પ્રક્રિયાનો સમયગાળો ગુજરાત સરકારને મળેલા અરજદારના વોલ્યુમ પર છે.તેથી લેટેસ્ટ ઇંફોર્મેશન માટે ગુજરાત ગવર્મેંટ ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
4. જો બાળકી શાળા છોડી દે તો શું થાય?
> આ યોજનાનુ ઉદ્દેશ્ય બાળકીને ભણાવી ને સશક્ત બનાવવાનુ છે તેથી જો બાળકી શાળા છોડી દે તો તેને બાકીની આર્થિક સહાય નહી મળે.
Comments
Post a Comment