Mukhyamantri Matrushakti Yojana (MMY) Gujarat 2023 - મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023, online application
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023, શુ છે?, લાભ, લાભાર્થી, પાત્રતા, જરુરી ડોક્યુમેંટ, રર્જિસ્ટ્રેશન, ઓનલાઇન એપ્લિકેશન, ઓફિશિયલ વેબસાઇટ, હેલ્પલાઇન નમ્બર (Mukhyamantri Matrushakti Yojana 2023, MMY 2023, MMY Gujarat) (Budget, Benefits, Beneficiary, Eligibility, Documents, Registration, Online Apply, Official Website, Helpline Number)
કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાગુ કરે છે. આ યોજનાઓના માધ્યમથી લાભાર્થીઓને આર્થિક સહાય અને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમા 18 જૂન 2022થી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજના દ્વારા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણયુક્ત આહાર આપવામાં આવશે. આ લેખમાં અમે તમને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023 ને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી આપીશુ.તો આ યોજનાનો લાભ લેવા માટે આ લેખ ધ્યાનપુર્વક વાંચો.
18 જૂન 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં એક જાહેર સભામા ભાષણ કરતી વખતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ શરૂઆતના 1000 દિવસ દરમિયાન ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને તેમના નવજાત બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આ યોજના ગર્ભાવસ્થા દરમિયાન થતા કુપોષણ અને એનિમિયાને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી છે, જે ગર્ભને અવરોધે છે અને બાળકના સ્વાસ્થ્યને નબળું બનાવે છે. આ યોજના પ્રીમેચ્યોર ડિલિવરીને ઓછી કરવામા મદદરુપ થશે. આ યોજના દ્વારા માતા અને બાળક બંનેને વધુ સારું પોષણ આપવામાં આવશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું બજેટ (Budget)
વર્ષ 2022-23 માટે આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા અને સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ તેમજ જે લાભાર્થીઓ સગર્ભા તરીકે નોંધાયેલા હોય અથવા 2 વર્ષ સુધીના બાળકોની માતા હોય તેઓ આ યોજનાનો લાભ લઇ શકશે. સરકાર આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રમાંથી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને એક લિટર મગફળીનું તેલ આપવામા આવશે. સરકારે આ યોજનાના અમલીકરણ માટે ૮૧૧ કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે. આગામી 5 વર્ષ માટે સરકાર આ યોજનાના અમલીકરણ માટે 4000 કરોડની જોગવાઈ કરવાની તૈયારીમાં છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ઓવરવ્યુ (Overview)
યોજનાનું નામ >> મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
દ્વારા શરૂ કરાયેલ >> ગુજરાત સરકાર
લાભાર્થી >> ગુજરાતના નાગરિક
ઉદ્દેશ >> સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો
વર્ષ >> 2023
રાજ્ય >> ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટ >> https://1000d.gujarat.gov.in
હેલ્પલાઇન નંબર >> 155209
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભ (Benefits)
> 18 જૂન 2022 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા શહેરમાં એક જાહેર સભાને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કર્યો.
> આ યોજના હેઠળ શરૂઆતના 1000 દિવસ દરમિયાન ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને તેમના નવજાત બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે.
> આ યોજના ગર્ભાવસ્થા દરમિયાન થતા કુપોષણ અને એનિમિયાને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી છે, જે ગર્ભને અવરોધે છે અને શિશુના સ્વાસ્થ્યને નબળું બનાવે છે.
> આ યોજનાથી સ્ટંટિંગ અને પ્રીમેચ્યોર ડિલિવરી ઓછી થશે.
> આ યોજના દ્વારા માતા અને બાળક બંનેને વધુ સારું પોષણ આપવામાં આવશે.
> આ યોજના લાભાર્થીઓના જીવનધોરણમાં સુધારો કરવા જઈ રહી છે. તે સિવાય લાભાર્થી પણ આત્મનિર્ભર બનશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પાત્રતા (યોગ્યતા) અને જરુરી ડોક્યુમેંટ (Eligibility and Documents)
અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવા જોઇએ.
સ્ત્રીઓ કાં તો ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી માતા(જેનુ બાળક 2 વરસ થી મોટુ ના હોવુ જોઇએ) હોવી જોઈએ.
આધાર કાર્ડ
રહેઠાણ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇજ ફોટોગ્રાફ
આવક પ્રમાણપત્ર
મોબાઇલ નંબર
ઈ-મેઈલ આઇડી
જન્મ પ્રમાણપત્ર વગેરે
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા (Online application)
> સૌ પ્રથમ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ
હોમ પેજ પર, (સર્વિસ) સેવાઓ પર ક્લિક કરો.
 |
Mukhyamantri Matrushakti Yojana |
> પછી Self Registration (સ્વયમ નોંધણી) પર ક્લિક કરો.
 |
Mukhyamantri Matrushakti Yojana online apply |
> નવું પેજ ખુલશે. તમારે તમારો આધારકાર્ડ નંબર, નામ, જન્મ તારીખ અને જાતિ દાખલ કરવાની રહેશે.
> તે પછી, માન્ય આધાર (Validate Adhar) પર ક્લિક કરો.
 |
Mukhyamantri Matrushakti Yojana online apply |
> હવે તમારે તમારું રેશનકાર્ડ મેમ્બર આઇડી, નામ, મોબાઇલ નંબર વગેરે ડિટેલ્સ ભરો.
> તે પછી, સેન્ડ ઓટીપી (Send OTP) પર ક્લિક કરો.
> હવે તમને એક ઓટીપી મળશે જે તમારે ઓટીપી બોક્સમાં દાખલ કરવો પડશે અને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો.
> તે પછી, લાભાર્થીની ગર્ભાવસ્થાની માહિતી દાખલ કરવાની આવશે તે દાખલ કરો.
> પછી સબમિટ(Submit) પર ક્લિક કરો.
> આ પ્રક્રિયાને અનુસરીને તમે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અરજી કરી શકો છો.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના રજીસ્ટ્રેશનને અપડેટ કરવાની પ્રક્રિયા (Registration update)
> મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
> હોમપેજ પર, સેવાઓ(સર્વિસ) પર ક્લિક કરો.
> તે પછી, રજિસ્ટ્રેશન અપડેટ પર ક્લિક કરો.
> તમારી સમક્ષ એક નવું પેજ ખુલશે.
> આ પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઇલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે.તે પછી, એડિટ પર ક્લિક કરો.
> હવે તમારું રજિસ્ટ્રેશન અપડેટ થઈ જશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મોબાઇલ નમ્બર અપડેટ કરવાની પ્રક્રિયા (Mobile number update)
> મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
> હવે સેવાઓ(સર્વિસ) પર ક્લિક કરો.
> તે પછી, મોબાઇલ નંબર અપડેટ પર ક્લિક કરો.
> તમારી સમક્ષ એક નવું પેજ ખુલશે.
> આ પેજ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે.
> હવે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
> તે પછી,ઓટીપી બોક્સમાં ઓટીપી દાખલ કરો.
> હવે સબમિટ પર ક્લિક કરો.
> આ પ્રક્રિયાને અનુસરીને તમે તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો
મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ (Mobile Application Download)
> મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
> પછી હોમ પેજ પર ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરો.
 |
Mukhyamantri Matrushakti Yojana app download |
> હવે મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ પર ક્લિક કરો.
> મોબાઇલ એપ્લિકેશન તમારી સિસ્ટમમાં ડાઉનલોડ થઇ જશે.
Comments
Post a Comment